ડાયાબિટીસ સાથે સહજ રીતે જીવતા સીખો

ડાયાબિટીસ લોહીમાં ખાંડના વધુ પડતા સ્તર દ્વારા ચિહ્નિત થયેલ એક જીવન પર્યન્ત રહેતો રોગ છે.  વિશ્વભરમાં થતા અંધત્વ અને કીડનીને લગતા રોગોનું બીજું સૌથી મોટું કારણ ડાયાબિટીસ છે. ડાયાબિટીસ એક જીવનપર્યંત રહેતો રોગ છે  અને તે વારસાગત અને/અથવા સ્વાદુપિંડ દ્વારા ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં ઉણપ અથવા બિનઅસરકારક ઇન્સ્યુલિનનું ઉત્પાદન થવાના કારણે થાય છે . ડાયાબિટીસ એક શાંત કિલર રોગ છે અને વિશ્વનાં લાખો લોકો આ બીમારીથી પીડિત છે.

એક તંદુરસ્ત કે ડાયાબિટીસ પીડિત માણસે અમુક નિશ્ચિત બાબતોનું ખાસ ધ્યાન પડે છે. અનુભવના આધારે એવું ધ્યાનમાં આવ્યું છે કે આંખ, પગના તળિયામાં થતા ઘાવ કે છાળા , પેશાબને લગતી તકલીફો, ઘાવનું ન રુઝાવું એ મુખ્ય તકલીફો ડાયાબિટીસ નાં દર્દીઓમાં જોવામાં આવે છે. અને જો તમે તમારી દૈનિક જીવનપદ્ધતિમાં બરાબર ધ્યાન ન આપો તો શકય છે કે તમને આમાંથી કોઈ એક કે તેથી વધુ તકલીફો થઇ શકે છે.

ડાયાબિટીસમાં દયાનમાં રાખવા જેવી બાબતો

  • ખોરાક: હમણાં એક ડાયાબીટીસ દર્દીનાં અનુભવમાં જોયું કે એમને આંખમાં તકલીફ હતી અને એમના કોઈ મિત્રે સલાહ આપી કે રોજ સવારે સકરીયા ગાજર ખાસો તો તમને આંખમાં ઠંડક લાગશે અને તમને સારું લાગશે અને એ દર્દીએ લગભગ આ પ્રયોગ ૧ મહિનો કોઈપણ નિષ્ણાત ડોક્ટર ની સલાહ વગર કર્યું. પણ આમ કરવાથી એમનું સુગર નું પ્રમાણ ખુબજ વધી ગયું અને એમને અન્ય તકલીફો પણ વધી ગઈ. એટલે કઈપણ ખાવાને લઈને પ્રયોગ સમજી વિચારીને કરવા જોઈએ. સહજ રીતે કોઈની પણ સલાહ સ્વીકાર્યા પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂરી હોય છે, નહી તો ઘણી વખત આપણે એક નવી જ સમસ્યાને જન્મ આપી દઈયે છીએ.
  • પગનાં તળિયાને હમેશા સતત જોતા રહેવું જોઈએ અને જો કોઈપણ ઘાવ કે નિશાન જણાય તો તાત્કાલીક સારવાર લેવી જોઈએ. એવા ઘણા દર્દીઓ જોવામાં આવ્યા છે કે એમને સમયસર સારવાર ન લેવાના કારણે પગના આંગળા અને ઘણી વખત પગનો એક ભાગ કપાવવાનો વારો આવ્યો છે.
  • આંખ: આંખની સતત કાળજી લેવી જોઈએ. જો તમને આંખમાં દેખાવામાં જરાય તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટર નો સંપર્ક કરવો જોઇયે. વર્ષમાં એક વખત ડાયાબિટીસનાં દર્દીએ આંખના નિષ્ણાત ડોક્ટર પાસે આંખનું ચેકઅપ કરાવવું જોઈએ.
  •  પેસાબમાં તકલીફ: જો પેસાબ ને લગતી તકલીફ જણાય જેવી કે વારંવાર પેસાબ કરવા જવું પડે, બળતરા થાય, પેસાબ રોકવામાં તકલીફ પડે તો પણ સમયસર ડોક્ટરને મલવું જોઈએ.
  • દવાઓ: ડાયાબિટીસ માં દવાઓ પોતાની મેળે બંધ કરવી અને ચાલુ કરવી એવી ટેવ ન પાડવી જોઈએ. કોઈપણ ફેરફાર નિષ્ણાંત ની સલાહ પછી જ કરવું જોઈએ.

ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનું કોઈ મૂળમાંથી નીકળી જાય એવો ઉપાય નથી પરંતુ નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો સંપૂર્ણ જીવન સહજ રીતે જીવી શકાય છે. ઘણા બધા અધ્યયનોમાં ધ્યાનમાં આવ્યુ છે કે ટેન્સન (વિચાર વાયુ) નાં કારણે પણ ડાયાબીટીસમાં વધારો થતો હોય છે એટલે માણસે હમેશાં નિખાલસ અને હસમુખા રહેવું જોઈએ.

“પહેલું શુખ તે જાતે નર્યા” માટે  ” જાગતા નર સદા સુખી” ઉપર ધ્યાન આપવું પડે.

Advertisements

1 Comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s